\" હો કરી તારો ભરોસો બેવફા હું રોતો
ગોંડા ની જેમ ગોમ ગોમ વગોવાતો
હો આશિક ના કિસ્મત માં રડવાની રાતો
રંગ બતાવે જે હોય બેવફા ની જાતો \"
હો છોડી દીધા તમને હવે યાદ ના કરશું
કાઢી નાખ્યા દિલ થી ફરિયાદ ના કરશું
આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
× હો સપનું હમજી ને તને ભૂલી રે જાશું
તારું ઘર ની ગલીયે કોઈ દી ના આવશું
હો બેવફાઈ તારી અમે ના રે ભૂલીશું
રડતા દિલ ને અમે મનાવી રે લેશું
આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
અંતરો >>>
હો મારાં પ્રેમ ની તે તો હરાજી બોલાવી
સાચા ને ખોટા એવા લાડ રે લડાવી
હો ભોળો હતો દિલ થી હું ભોળવાઈ ગયો
ઈરાદો તારો ના સમજી હું શક્યો
× હો વાતે વાતે બેવફા તું કસમો મારી ખાતી
તારા મતલબે તું હારે મારી ફરતી
હો છોડી દીધા તમને હવે યાદ ના કરશું
કાઢી નાખ્યા દિલ થી ફરિયાદ ના કરશું
આજ પછી બેવફા તારું મોઢું ના જોશું
અંતરો >>>
હો બાળી મારાં કાળજા તમે ખુશ થઈ ફરોસો
પોતાની જાત ને વફાદાર ગણોસો
હો પડશે માર જયારે તને કુદરત ના ઘર નો
પસ્તાવો થાશે તમે તારી એ ભૂલ નો
× હો દિલ ની પીડા તાતી એટલી રે વધશે
ચાહયા હશે જેને એમનો દગો તને મળશે
હો છોડી દીધા તમને હવે યાદ ના કરશું
કાઢી નાખ્યા દિલ થી ફરિયાદ ના કરશું
આજ પછી બેવફા તારું મોઢું ના જોશું