હો કોઈ નું દિલ રે તોડી ને નેહાકા ના લેવાય
મતલબ થી કદી કોઈ ને પ્રેમ ના કરાય
હો કોઈ ના ભોળપણ નો ખોટો ના ફાયદો લેવાય
મતલબ થી કદી કોઈ ને પ્રેમ ના કરાય
× સાચો આશિક નથી જાહેર માં રડતો
મન માં ને મનમાં એ રોજ હોય બળતો
હો કોઈ નું દિલ રે તોડી ને નેહાકા ના લેવાય
મતલબ થી કદી કોઈ ને પ્રેમ ના કરાય
અંતરો >>>
હો અમારી સાથે કંઈક એવુ રે થયું
પ્રેમ ના નામે કોઈ લૂંટી રે ગયું
હો એક બેવફા થી હું હારી રે ગયો
હાથે કરી ને હું પ્રેમ માં પડ્યો
× હો પ્રેમ જ નોતો ત્યાં કરી બેઠો પ્રેમ
ખબર નતી મારી સાથે રમી ગેમ
હો કોઈ ના અરમાનો ની સાથે ખિલવાડ ના કરાય
મતલબ થી કદી કોઈ ને પ્રેમ ના કરાય
અંતરો >>>
હો જાનુ જાનુ કેતી તું મન માં રાખી ઝેર
કયા જન્મ ના તું વાળી ગઈ વેર
હો મારાં નેહાકા તને લાગશે જરૂર
મરવા માટે તું થઈશ મજબૂર
× સાચો આશિક નથી જાહેર માં રડતો
મન માં ને મનમાં એ રોજ હોય બળતો
હો કોઈ નું દિલ રે તોડી ને નેહાકા ના લેવાય
મતલબ થી કદી કોઈ ને પ્રેમ ના કરાય